જ્ઞાતિવાદ કે કાસ્ટિસમ જે કહો તે.
છેલ્લા થોડા દાયકાથી જ્ઞાતિવાદ નો મુદ્દો દરેક જગ્યાએ સાંભળવા મળે છે. ચા ની કીટલીથી લઈને સંસદ સુધી અને ઓટલા પરિષદ થી લઈને ફેસબૂક અને ટ્વિટર સુધી આ મુદ્દો ચગેલો રહ્યો છે. ઘણા રાજનૈતિક વિશેષજ્ઞો આને એક ચૂંટણી લક્ષી મુદ્દો ગણાવી રહ્યા છે છતાં પણ મારા જેવા ભારત ના યુવાનો માટે તો આ એક ચિંતા નો વીષય ઉપરાંત સમય અને નાણાં નો વેડફાટ છે.
આપણે બાળપણથી સાંભળતા આવીએ છીએ કે ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે. છતાં પણ એક એવું રાષ્ટ્ર છે જ્યાં દર વર્ષે હજારો લોકો જાતિ આધારિત હિંસા ને કારણે મૃત્યુ પામે છે. અને એટલું જ નહીં પણ વર્ષ દહાડે હજારો કરોડો રૂપિયાનું નુકસાન પણ જાતિવાદ ને કારણે થાય છે. છતાં પણ આપણી જેવા ભોળા નાગરિકો એવું સમજે છે કે પેલો વીજય માલ્યા નામ નો માણસ આપણાં દેશ ની બેન્ક ને ૯૦૦૦ કરોડ રૂપિયા નું દેવાળું ફૂંકી ને ગયો.પરંતુ સત્ય તો એ છે કે એના કરતા વધુ નુકસાન તો આપણી સાથે રહેનારા આપણા જ દેશ ના નાગરિકો જાતિવાદ અને કટ્ટરવાદી વિચારો ને કારણે તોડફોડ, હિંસા, રેલી યોજી અને કરી નાખે છે. ગાંધીજી ના સત્યાગ્રહ ના નામે કેટકેટલું નુકસાન કરી નાખે છે દેશનું એ આપણે વિચારી પણ નથી શકતા.
ચાલો વિચારો કે વિશ્વ નો સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ કેવો હોવો જોઇએ? કોઈ કહેશે કે ત્યાં સંપૂર્ણ ટેકનોલોજી થી સજજ શહેરો હશે, ત્યાં ના યુવાનો નવા વિચારો વાળા હશે, ત્યાં સારા મકાનો અને સારા રસ્તા ઓ હશે, મતલબ કે ત્યાં આગળ બધા જ સુખી હશે. પણ ના એવું નથી, હા આપણો આ ભારત દેશ વિશ્વ માં સૌથી વધુ યુવાનો, એન્જિનિયરો, ડોક્ટરો અને વિજ્ઞાનીકો ધરાવે છે. તેમ છતાં આપણે હજી આટલા પાછળ કેમ છીએ? એનું કારણ છે કે આપણા દેશ નો યુવાન દરેક પગથિયા ઉપર જાતિવાદ સામે ઝઝુમી રહ્યો છે. જે આપણી અને આપણા દેશ ની કમનસીબી છે.
હવે વાત આવી જાતિવાદ ની તો આપણે કહીશું કે કોણ ફેલાવે છે. આપણે તો આપણા હાથ ખંખેરી ને કહી દીધું કે હું તો એમાં કાઈ માનતો જ નથી એ તો આ બધા રાજકારણી લોકો નું કામ છે. પણ વાત છે ફેલાવાની તો ભલે ને કોઈ પણ તમને જાતિવાદ નું ઝેર આપે પણ તેને પીવું કે નઈ એ તો તમારા હાથ માં છે ને. કોઈ ગમે તેટલું ભડકાવે તમને પણ તમે તેમની વાત માં કેમ આવી જાવ છો? કેમ કે કઈ પણ કાર્ય કરવું હોય તો શરૂવાત આપણા થી જ કરવી પડે એમ માની ને જો આપણે તેનો બહિષ્કાર કરીયે તો કોઈ માઇ ના લાલ માં એટલી હિમ્મત નથી કે એ મારા દેશ ને ખોખલો કરી શકે.જરૂર છે એક મક્કમ નિર્ધાર ની. જરૂર છે એક બદલાવ ની.
આજે દરેક વ્યક્તિ બીજા ને તેની જાતિ વિશે પૂછતો થયો છે. શુ આપણા આ દેશ માં એ માટે કોઈ જગ્યા છે ખરી.
છેલ્લા થોડા સમયથી થોડા યુવાનો આગળ આવી ને ખુલ્લેઆમ પોતાની જાતિ ને આગળ ધરી ને પોતાનો રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે આપણા માટે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. એવા યુવાનો જેને દેશ ને આગળ લઈ જવાની વાત કરવી જોઈએ તેના બદલે તેઓ દેશ ના યુવાનો ને ભડકાવી ને દેશ વિરૃધ્ધ નું કાર્ય કરી રહ્યા છે. હજી સુધી મેં કોઈ એવા નેતા ને નથી જોયો કે જે કોઈ સમાજ કે જાતિ માટે નઇ પણ દેશ માટે જ કાર્ય કરતો હોય.
હમણાં થોડા દિવસો પહેલા મેં એક ઇન્ટરવ્યુ જોયેલો એક ન્યૂઝ ચેનલ પર જેમાં ગુજરાત ની ચૂંટણી ની વાત ચાલતી હતી અને એક નવો નિશાળીયો નેતા તેમાં એવું બોલ્યો કે અમારો સમાજ તો વર્ષોથી આ એક જ પાર્ટી ની વોટબેંક રહ્યો છે? થોડી વાર તો હું અચંબિત થઈ ગયો કે આ તેને પોતાના સમાજ ની સેવા કરી કેવાય કે એને ત્રાજવામાં તોળી ને વેચ્યો કહેવાય? તમે પોતાને સમાજ ના સેવક ગણો છો અને છતાં પણ તમે એ ભારત ના નાગરિકો નું અપમાન કરી ને એને વોટબેંક ગણાવો છો. આમ તો આપણા દેશ ની લોકશાહી કેવી રીતે જીવંત રહી શકે?
આપણા દેશ ની સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે જાણીએ છીએ કે જાતિવાદ બહુ જ હાનિકારક છે છતાં પણ આપણે એને પ્રોત્સાહન આપીએ છીએ. એના બદલે એક ભારતીય નાગરિક તરીકે આપણે તેનો વિરોધ કરવો જોઈએ. જો કોઈ તમને કોઈ જાતિ વડે ઓળખે તો તમારે કેહવું જોઈએ કે હું પહેલા ભારતીય છું. જાતિ, ધર્મ, ભાષા, રાજય કે પેહરવેશ ને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવો એ મહા અપરાધ છે.
Nation first – આવું કેહવા વાળી આપણી ભારતીય સેના કે જે દરેક ભારતીય નું આત્મસન્માન છે. એ સેના જે ચોવીસ કલાક આપણી સુરક્ષા માટે કટિબદ્ધ છે. તેવી સેના ના કોઈ જવાન કે જે માં ભારતી નો સપૂત હોઈ અને તેને આવી કોઈ જાતિ આધારિત હિંસા માં થયેલા પથ્થરમારા માં શહીદ થઈ જાય ત્યારે આપણે શું સમજાવું? આ પણ આપણા દેશ ની એક કરૂણતા છે. આવા સમયે વિચાર આવે કે આતંકીઓ ક્યાં થી આવે છે સરહદ પાર થી કે પછી આ દેશ ની જનેતાઓ ના ગર્ભ માંથી. જ્યારે પણ કોઈ ભારતીય નાગરિક પોતાની જાત ને ભારતીય ના માની ને હિન્દુ, મુસલમાન, શીખ કે અન્ય જાતિ નો માને છે ત્યારે મારો આ દેશ રડી પડે છે.
જે ઉંમર માં આ દેશ ના યુવાનો એ દેશ ના વિકાસ માટે ના સપના જોવા જોઈએ તે ઉંમર માં તે પોલીસ સ્ટેશન ને આગ લગાડતા અને બસ ના કાચ ફોડતા નજરે ચડે તે આપણી અને આપણા દેશ ની કમનસીબી છે.
આપણા નેતાઓ એમ કહે છે કે અમે તો જનતા ના સેવક છીએ અને દેશ ની સેવા કરવા આવ્યા છીએ ત્યારે તેમને કહેવાનું મન થઇ જાય કે જો દેશ ની સેવા જ કરવી હોય તો આ જાતિવાદ નો ઝંડો મુકો અને રાષ્ટ્વાદ નો તિરંગો ફરકાવો. આજના સમય ની એક જ જરૂરિયાત છે- રાષ્ટ્રવાદ. તો આવો દેશ ને આગળ લઇ જવાના સપના સાથે નવા વર્ષમાં સંકલ્પ કરીયે કે જાતિવાદ ને નેવે મૂકી ને રાષ્ટ્હીત ના કાર્ય માં સહયોગ આપીએ. જય હિન્દ
One response to “જ્ઞાતિવાદ કે રાષ્ટ્રવાદ શું વધુ જરુરી છે?”
-
Your answer is very easily understand 😊 your are great 😊 Thank you so much 😊 Than uploaded the answer 😊
LikeLike
Leave a comment