છેલ્લા ઘણા દિવસોથી સમય મળતો ન હતો કાંઈક લખવા માટે. વિચારો ઘણા હતા, મુશ્કેલીઓ પણ ઘણી હતી અને લખવું પણ ઘણું બધું હતું. પછી મન થયું કે હવે વેલેન્ટાઈન દિવસ આવે છે તો ચાલો એના વિશે જ લખું.
આજના જમાનામાં માં પ્રેમ ને ખાલી ત્રણ શબ્દો થઈ તોળી દેવામાં આવે છે. “I love you” આ શબ્દો બોલવામાં સહેલા છે પણ નિભાવવા બહુ જ અઘરાં છે. આપણે જોતા આવીએ છીએ કે દર વર્ષે વેલેન્ટાઈન દિવસ ના રોજ કેટલા બધા પ્રેમી પંખીડાં જોવા મળે છે પણ ચાર છ મહિના પછી જોવો તો બંને પોતપોતાના જીવન માં મશગૂલ હોઈ અને પેલા ત્રણ શબ્દો તો ક્યાંય માળીયે ચડી ગયા હોય. ખબર નહી કેમ તે લોકો એકબીજા ને ગમી શકતા નથી.
આજના સમયમાં એજ સૌથી મોટી તકલીફ છે કે કોઈ ને કોઈ માટે જતું કરવું નથી ગમતું. માની શકાય કે તમે શું કામ જતું કરો કોઈ માટે પણ વાત જ્યારે તમારા મનમિત ની હોઈ ત્યારે? પ્રેમ તો એકબીજા માટે કાંઈક જૂનું છોડવાનો અને એકબીજા ને ગમે એવું કંઈક નવું અપનાવવાનો સબંધ છે. બોલવા માટે તો ઘણું બોલી શકાય છે પણ જ્યારે તેને નિભાવવા માટે નો સમય આવે છે ત્યારે જ પગલાં પાછા પડે છે.
હવે વાત આવે કે સાચો પ્રેમ કોને કહેવાય?
જ્યારે કોઈ માટે નિસ્વાર્થ લાગણીઓ ઉભી થઇ અને એના માટે કઈ પણ કરી છુટવાનું મન થઇ તો સમજી જવું કે પ્રેમ છે. પ્રેમ કોઈ દિવસ દેખાવ થી નથી થતો. જો તમે કોઈ સુંદર સ્ત્રી કે પુરૂષ ને માત્ર દેખાવ જોઈ ને પ્રેમ માં પડી જાવ તો ચેતજો કદાચ એ ખાલી ક્ષણભર નું આકર્ષણ હોઈ શકે છે. ઘણી વખત થોડી વાર માટે નું આકર્ષણ તમે પ્રેમ સમજી બેસો અને પછી પસ્તાવા નો વખત આવે.
પ્રેમ નો બીજો એક નિયમ છે કે તેમાં કદી શરતો નથી હોતી . જો તમારા પ્રેમસંબંધ માં શરતો હોઈ કે આમ નહીં કરે તો હું નહીં રહું તારી સાથે તો સમજી લેજો ત્યાં પ્રેમ પણ નથી. પ્રેમ માં શરતો કે નિયમો નથી હોતા. પ્રેમ માં એકબીજા પર કોઈ ફરજ પાડવામાં નથી આવતી. ફિલ્મ મહોબ્બતે નો એક બહુ જ સુંદર ડાયલોગ છે ” કોઈ પ્યાર કરે તો તુમસે કરે , તુમ જૈસે હો વૈસે કરે, કોઈ તુમ્હે બદલ કે પ્યાર કરે તો વો પ્યાર નહીં સોદા કરે, ઔર સાયબા પ્યાર મેં સોદા નહીં હોતા.” આટલા એવા આ વાક્ય માં બધું જ આવી ગયું. પ્રેમ માં પરિવર્તન ને જરૂર જ નથી.
સાચા પ્રેમ માં ભેટ થી વધુ લાગણી મહત્વની ભૂમિકા ભજવે છે. પણ આજે લાગણી કરતા દેખાવ નું મહત્વ વધતું ગયું છે અને કદાચ એને જ કારણે બ્રેક-અપ અને ડિવોર્સ ના કિસ્સાઓ પણ વધતા જય રહ્યા છે.
બીજી એક જરૂરી વાત હોય તો એ છે ભરોસો. આજકાલ ના સમય માં ભરોસો બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. પ્રેમ તો થઈ જાય છે પણ ભરોસો નથી થતો. અને ભરોસા નું પણ એવું જ છે. થવા માટે બહુ જ સમય માંગે પણ તૂટવા માટે એક ક્ષણ જ કાફી છે. અને જો કોઈ ને પ્રેમ કરો તો તેના પર આંખ બંધ રાખી ને ભરોસો કરવાની હિંમત પણ રાખો.
અને આમ પણ પ્રેમ તો એવી વાત છે જે ક્યારેય ખૂટે જ નહીં. પ્રેમ ઉપર વાત કરવી હોય તો એક જન્મ પણ ઓછો પડે અને જો સમજી શકાય તો એક ક્ષણ પણ કાફી થઈ પડે. તો આવો આ પ્રેમ ના ઉત્સવ ને ઉજવીએ અને હા… બીજી એક વાત બજરંગ દળ ના નામ પર કોઈ પ્રેમીપંખીડા ને હેરાન ના કરીએ એનું પણ ધ્યાન રાખવું. અને આમ પણ આપણે ભારતીય તો ઉત્સવ પ્રેમી જનતા છીએ એટલે આ વખતે પણ આને પશ્ચિમી સંસ્કૃતિ ની દેન છે એવું કહી ને વિરોધ કરવાને બદલે પ્રેમ કરવાનું શીખવુ જોઈએ. જો ખૂબ જ મન થાઈ વિરોધ પ્રદર્શન કરવાનું તો એટલા પૈસા નો ઉપયોગ ગરીબ બાળકો ને ભણવામાં મદદરૂપ થઇ ને કરજો.
જય હિન્દ.
Leave a comment