#justiseforaasifa. શરમ આવવી જોઈએ આપણને કે આપણે આવા હેશટેગ નો સહારો લઇ ને એક બાળકી ને ન્યાય અપાવવો પડે છે. એક 7-8 વર્ષની બાળકી જેને હજી પુરા સૌ એકડા પણ નથી આવડતા એવી બાળકી સાથે આટલું ક્રૂરતાપૂર્વક નો વ્યવહાર અને તેમ છતાં આપણે આપણા દેશ ને સૌથી સભ્ય સંસ્કૃતિ તરીકે ઓળખ આપીએ છીએ.
આટલું અધમ કૃત્ય થયું એ બાળકી સાથે , એ 8 વર્ષ ની બાળકી ને શુ ખબર પડતી હશે. શુ એની ચીસો અને રુદન આ બળાત્કારીઓ ને નહીં સંભળાયું હોઈ? અને આવી હીંચકારી ઘટના ઘટી ગયા પછી આપણું ન્યાયતંત્ર શુ કરી રહ્યું છે? મીડિયા પણ FIR કરવામાં આવી કેમ કે તેમણે આ બાળકી નો ફોટો જાહેર કર્યો. હું પણ માનું છું કે મીડિયા ની ભૂલ છે. પણ એક વાત વિચારો એ બાળકી નો ફોટો જોઈને કોઈ પણ માણસ આટલો ક્રૂર વિચાર કેવી રીતે કરી શકે. એની આંખોમાં એક અલગ જ નૂર હતું, એના ચહેરા ઉપર માસૂમિયત હતી, અને આ બીભત્સ વિશ્વથી અજાણ હતી એ. છતાં આ જાતિવાદ અને ધાર્મિક કટ્ટરતા નો ભોગ બની આ 7 વર્ષ ની દીકરી.
એ કોઈ હિન્દૂ કે મુસલમાન ની દીકરી નહોતી પણ એ આ ભારત દેશ ની દીકરી હતી, એ હતી આ મહાન દેશ ભારત નું ભવિષ્ય. કદાચ એ ભવિષ્ય માં આ દેશ ને આગળ લાવવામાં મદદ કરી રહી હોત પણ આપણા વિચારો એ એને જીવવા જ ના દીધી. શુ આપણે આ સમાજ ના સભ્ય છીએ જ્યાં એક ફૂલ જેવી દીકરી ને પણ હવસ ની નજર થી જોવાઇ છે. અને આ બધા વચ્ચે આપણે સપનું જોઈએ છીએ એક વિકસિત રાષ્ટ્ર ના નિર્માણ નું.
વિશ્વ નો કોઈ પણ ધર્મ કોઈ ને માનવતા શીખવી ના શકે. એ તો માણસે જાતે જ શીખવી પડે. અલગ અલગ ધાર્મિક અને જાતિવાદી સંગઠનો આપણા મન માં આ જાતિ અને ધર્મ નું ઝેર ઘોળી રહ્યા છે. હવે એ આપણા ઉપર છે કે આપણે આવા સમય માં શુ કરવું?
સમય આવી ગયો છે બદલાવ નો. સમય આવી ગયો છે આપણે ખુદ આગળ આવવાનો. આવી કોઈ પણ ઘટના આંતકવાદી ઘટના કરતા પણ વધુ હાનિકારક છે આપણા દેશ માટે.
હવે કાયદા માં પરિવર્તન ની જરૂર ઉભી થઇ રહી છે. સમગ્ર દેશ માં ક્યાંય પણ કોઈ પણ બળાત્કાર ની ઘટના બને એટલે તુરંત કાર્યવાહી અને 15 જ દિવસ ની અંદર દોષી ને ફાંસી ની સજા મળે અને તે પણ જાહેર માં એવી વ્યવસ્થા કરવામાં આવે. બળાત્કાર નો કેસ અલગ થી ચાલવામાં આવે અને તેની કાર્યવાહી ને ઝડપથી પૂર્ણ કરવા માં આવે તેવો કાયદો બનાવવાની જરૂર છે. દોષી ચાહે કોઈ પણ હોઇ ધારાસભ્ય હોઇ કે મંત્રી હોઈ કાયદો દરેક માટે સરખો હોવો જોઈએ. બાકી એ સમય દૂર નથી કે લોકો નો ન્યાયતંત્ર માંથી વિશ્વાસ ઉઠી જાય અને લોકો કાયદાને હાથ માં લઇ ને જાતે જ ન્યાય કરતા થઈ જાય.
અને આ તો એક જ ઘટના ની વાત થઈ છે હજી. એક સર્વે મુજબ ભારત માં દર અડધી કલાક માં એક બળાત્કાર થાય છે. અને તેમાં એક વર્ષની બાળકી થી લઈને એંશી વર્ષ ના વૃદ્ધા ભોગ બની રહ્યા છે. અને ખાલી કાયદો સખત કરવા થી કાઈ નહીં થાય. લોકો માં માનસિક સુધાર લાવવો પડશે.
તો આવો આપણે સૌ સાથે મળી ને સમાજ ના આ કલંક ને દૂર કરવા એકજુટ થઇએ અને એક સભ્ય અને માનવતાવાદી સમાજ નું નિર્માણ કરીયે.
જય હિન્દ.
Leave a comment