મિત્રતા: પામવાની અને માણવાની મજા

આજે ખૂબ જ અદભુત દિવસ છે. ફ્રેંડશીપ ડે અથવા મિત્રતા દિવસ જે કયો એ. પણ વાત તો દોસ્તી, યારી, મિત્રતા, ફ્રેંડશીપ આ બધા ની જ છે. મારા ખ્યાલ પ્રમાણે દોસ્તી એ દુનિયા ની સૌથી મોટી તાકાત છે. જે કાઈ પણ કરી શકવા માટે સમર્થ છે.
હજી થોડા સમય પેહલા આવેલું મૂવી “સંજુ” એની દોસ્તી માટે પણ ખૂબ વાહવાહી પામ્યું. એમાં જે જોયું એ જ રીતે મિત્રો બે પ્રકારના હોઈ છે. એક જે તમને સતત ઉપર લઇ જાવા માટે મેહનત કરતા હોઈ તો અમુક તમને પછાડી ને બેસાડી જ રાખવા માંગતા હોઈ છે. ઘણા દેખાડો કરવાના મિત્રો હોઈ તો ઘણા બસ ઈન્ટરનેટ ફ્રેન્ડ જ હોઈ.
મિત્રતા ઉપર એક ખૂબ જ અદભુત વર્ણન છે. સાચો મિત્ર એ હોઈ છે જે દુઃખ માં તમારી આગળ ઉભો હોઈ અને સુખ માં તમારી પાછળ ઉભો રહે. એક સાચો મિત્ર હંમેશા તમને સારા કાર્યો કરવા પ્રેરણા આપશે. તમને હંમેશા મોટિવેશન આપશે. તમારા મુશ્કેલ સમય માં તમને છોડી ને નહીં પણ તમારી સાથે જ રહેશે. એ તમારા દરેક દુઃખ માં ભાગીદાર બનશે. એના માટે કોઈ ને બતાવવું કાઈ જરૂરી નહીં હોઈ. ભલે ને મહિને એક વાર વાત થાઈ પણ એ પાંચ મિનિટ ના સંવાદ માં એ બધું જ સમજી જશે.
મિત્ર એ છે જેને કાઈ કેહવું ના પડે, પણ એ જોતા વેંત જ સમજી જાય. દોસ્તી એ ખાલી પળ બેપળ ની નથી હોતી. તમે ગમે તેટલા હારી ગયા હોવ છતાં પણ તમને વિજેતા બનાવી દે એ મિત્ર છે. એટલે જ કદાચ મિત્રતા ને લોહી ના સંબંધ કરતા પણ વધુ માનવા માં આવ્યો છે. ગમે તેટલું રડી રહ્યા હો પણ એના એક ફોન થી મુખ ઉપર ખુશી ની લહેર દોડી જાય એ મિત્ર છે. જેના પાર ગુસ્સો પણ કરી શકો અને પ્રેમ પણ. જે હંમેશા તમને સાચી સલાહ આપે. અને જો એને ખબર હોઈ કે તમે ખોટા છો તો તમારો કાન પકડી ને તમને વાળી પણ શકે. અને જો બની શકે તો દોસ્તી માં ક્યારેય લિમિટ રાખવાની ભૂલ ના કરતા.
જ્યારે પણ મિત્રતા ની વાત આવે તો આપણે કૃષ્ણ અને સુદામા ને કેમ ભૂલી શકીએ. પણ આપણે એ મિત્રતા ને એક જ નજર થી જોઈ છે કે કૃષ્ણ આવડી મોટી દ્વારિકાનગરી ના રાજા હોવા છતાં એના ચરણ ધોઈ ને એની સેવા કરે છે. પણ આપણને એ નથી ખબર કે જ્યારે ભગવાન કૃષ્ણ અને સુદામા આશ્રમ માં રહી ને અભ્યાસ કરતા હતા ત્યારે સુદામા એ કૃષ્ણ ની કેટલી મદદ કરી છે. એમનો કેટલો સાથ આપ્યો છે. પણ એ તો કર્મ ના ફળ કે સુદામા ને ગરીબી આવી પણ એની મિત્રતા ને કોઈ અસર ના પડી. મિત્ર આવા જ હોઈ છે એને કોઈ ના બેંક બેલેન્સ થી કાઈ ફરક નથી પડતો.
જ્યારે તમે તમારા મિત્ર સાથે હોવ અને જો તમને એમ થાઈ કે કાઈ પણ કરીશું આ સાથે જ છે ને પછી શું ચિંતા અને તેના વિચાર માત્ર થી તમારુ મન પ્રફુલ્લિત થઈ જતું હોઈ તો એક વસ્તુ યાદ રાખજો કે જો આવો એક મિત્ર તમારા જીવન માં પણ હોઈ તો શુભેચ્છાઓ કે તમે ખૂબ જ નસીબદાર છો. આ મિત્રતા દિવસે બસ એક જ પ્રાર્થના કે આવા મિત્ર ને કદી ગુમાવાનો વારો ના આવે. અને કદાચ ભલે ગમે તેટલું જતું કરવું પડે પણ આવા મિત્ર ને કદી જતો ના કરતા.
ફરી એક વાર મિત્રતા દિવસ ની શુભકામનાઓ.
જય હિન્દ.

Leave a comment

Leave a comment