શું પ્રેમ સપના કરતા વધુ જરૂરી છે?

Everything is fair in love and war. હમણાં આવેલા એક મૂવી માં આ ડાયલોગ હતો કે જગત ના સૌથી મૂરખ માણસ એ આવું કીધું છે. બાય ધ વે એ મૂવી હતું જોલી llb-2. આજકાલ ના યુવાનો ને જોવો તો એમ જ લાગે કે પ્રેમ તો ગલીએ ગલીએ લીમડા ની જેમ ઊગી નીકળ્યો છે. માન્યું કે તેમની ઉંમર એવી છે કે આ લાગણી થવી ખૂબ જ સામાન્ય છે. સાંજ પડ્યે કોઈ પણ બગીચા માં જાવ તો એમ જ થાઈ કે રોમિયો અને જુલિયેટ આ જ ગામ ના હશે. ઘણા લોકો તો એમાં એવા હોય છે કે જે ઘરે થઈ ભણવાનું કંઈ ને નીકળ્યા હોઈ છે. એમને એવું લાગતું હોય છે કે તેઓ પોતાના માતાપિતા ને ઉલ્લુ બનાવી રહ્યા છે પણ સત્યા તો એ છે કે તેઓ પોતાની જાત ને જ છેતરી રહ્યા હોય છે.

અત્યારે સમય એવો આવી ગયો છે કે તમે એક મિનિટ પણ થાક ખાવા માટે ઉભા રહ્યા એટલે બીજા કેટલાય તમારી આગળ નીકળી જશે. તમે વિચારવા માં સમય કાઢ્યો એટલી વાર માં તો કેટલા લોકો એ તક ઝડપી ને આગળ વધી જાય છે. આવા સમય માં યુવાનો પ્રેમ માં સમય બરબાદ કરી રહ્યા છે એ ખૂબ જ દુઃખદાયક છે. 

મારો આ આર્ટીકલ વાંચી ને ઘણા યુવાનો કહેશે કે આ તો પ્રેમ વિરોધી માણસ છે. ના એવું જરાય નથી કેમ કે પ્રેમ એ તો પામવાની વાત છે. પણ આજકાલ પ્રેમ એક મજાક બની ને રહી ગયો છે. અને જે પ્રેમ સાચો છે એને દુનિયા મજાક બનાવી દે છે. 

પ્રેમ એટલે શું? પ્રેમ એટલે એકબીજા ના સપના સાથે મળી ને પુરા કરવા. પ્રેમ એટલે એક બીજા ના સપના જ બદલી નાખવા એમ નઈ. જો તમારા પ્રેમ માં એક બીજા ને શ્વાસ લેવાની પણ છુટ ના હોઈ તો એ પ્રેમ પણ નઇ હોઈ. વાત કરીએ એક કોઇ પણ યુવક કે યુવતી ની કે જેનું સપનું હોય કઇ નવું કરવાનું અને એ કોઈ ને પ્રેમ કરતી કે કરતો થાઈ અને પછી તેમના સપના ની પથારી ફરી જાય. એક બીજા ના થવા માટે એક બીજા ના સપના નું ગળું દબાવી દેવામાં આવે અને એ પણ પ્રેમ ના નામે.

અરે ભાઈ , પ્રેમ માં પડેલા કેટલા ડૂબી ગયા અને કેટલા મરી ગયા એ વિચારો છો એના કરતાં કેટલા તરી ગયા એ જોવો ને. જાણવું છે પ્રેમ કોને કેવાય? એક મોટરસાયકલ પર ચાર લોકો ના પરિવાર ને જોઈ અને હૃદય દ્રવી ઉઠે અને સંકલ્પ કરે કે દેશ ના દરેક માણસ ને પોસાય તેવી કાર બનાવવી અને જ્યારે એ સંકલ્પ પૂરો થઈ ત્યારે લાગે જાણે પ્રેમ ને પામી ગયા. આ રતન ટાટા નો પ્રેમ હતો અને તે પણ દરેક ભારતીય માટેનો.

એવી જ રીતે તમારા માતા પિતા પોતે સાયકલ અને રિક્ષા માં જય ને પણ તમને બાઈક અપાવે એ તો એમનો પ્રેમ થયો પણ તમારું શુ એમાં. એ માટે તમારી જવાબદારી છે કે ખૂબ મહેનત કરો અને તમારા માતા પિતા ને એક સારી લાઈફ આપો. પ્રેમ કરો પણ પોતાના પૈસા પર અને એવી વ્યક્તિ સાથે જે તમારી અને તમારા પરિવાર ને મહત્ત્વ આપે અને એટલું જ નઇ પોતાના સપના ને પણ મહત્વ આપે. જો તમારો પાર્ટનર તમારા સપના ને કારણે પોતાના સપના ને નજરઅંદાજ કરતો હોય તો એ સારો વ્યક્તિ હશે પણ એ ખુશ નહીં હોય. કદાચ ત્યારે કોઈ મુશ્કેલી ના આવે પણ આગળ જતાં તકલીફો વધે છે. તો હંમેશા એક બીજા સાથે વાતો વ્યકત કરો જેથી તમે એકબીજા ને જાણી શકો અને સમજી શકો.

ઘણી વખત એવું પણ બને કે તમારે તમારા સપના નું બલિદાન આપી ને પ્રેમ સાચવવો પડે તે સમયે બીજું કાંઈ ના કરતા પોતાના દિલ ની વાત સાંભળવી.

One response to “શું પ્રેમ સપના કરતા વધુ જરૂરી છે?”

  1. barkhathewriter Avatar

    ઘણુ ખરું સાચું લખ્યું છે…. પણ પ્રેમ થિ પરે પણ ઘણુ છે અને માનો તો પ્રેમ સિવાય કાઈ નથી …. મન મન ની વાત છે….

    Like

Leave a reply to barkhathewriter Cancel reply

One thought on “શું પ્રેમ સપના કરતા વધુ જરૂરી છે?

  1. ઘણુ ખરું સાચું લખ્યું છે…. પણ પ્રેમ થિ પરે પણ ઘણુ છે અને માનો તો પ્રેમ સિવાય કાઈ નથી …. મન મન ની વાત છે….

    Like

Leave a reply to barkhathewriter Cancel reply